રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા

પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા

કલેકટરને આવેદનપત્ર આપવા જતા 20 થી વધુ આગેવાન- કાર્યકરોની પોલીસે અટકાયત કરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં શુક્રવારે પાટણ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા.કોગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા આ મામલે કલેકટર ને આવેદનપત્ર આપવા જતાં પોલીસે કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

68.jpg 144.12 KB
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'દારૂના અડ્ડા બંધ કરો'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં પાટણ જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ દ્વારા 'જનતા રેડ' કરવામાં આવશે.ધરણા કાર્યક્રમ બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોતાની માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. તે પૂર્વે જ કલેક્ટર કચેરી પરિસરમાં તૈનાત પોલીસે કાર્યવાહી કરીને 20થી વધુ આગેવાન કાર્યકરોની અટકાયત કરી હતી.

સંબંધિત સમાચાર