ખેતરમાં એકલતાનો લાભ લઈ અવારનવાર બળજબરી કર્યાનો આક્ષેપ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.આ મામલે ગામના જ દિનાજી અબુજી ઠાકોર સામે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,આરોપીએ ખેતરમાં કોઈ હાજર ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ તેની સાથે અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ અનુસાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે સગીરા ઘરની બહાર ખાટલાપર સૂઈ રહી હતી તે દરમિયાન આરોપી ત્યાં પહોંચ્યો હતો અને છરી બતાવી સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ દરમિયાન સગીરાની માતા જાગી જતાં આરોપીએ સગીરા અને તેની માતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે ફરિયાદ નોંધાતાં સરસ્વતી પોલીસે આરોપી દિનાજી અબુજી ઠાકોર સામે BNSની કલમ 64(2)(એમ), 65(1), 74 અને 351(3), પોક્સો એક્ટની કલમ 3(એ), 4(2), 5(એલ), 6 અને 18 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.





