રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી

ડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી

બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે ભણસાલી હોસ્પિટલ વિસ્તાર નજીક અચાનક ક્લોરિન ગેસ લીકેજ થવાની ઘટના બનતા આસપાસના રહેવાસીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસની તીવ્ર ગંધ અને ગૂંગળામણને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, સ્થાનિક વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં ક્લોરિન ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. આ ગેસની અસરના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવી, ઉધરસ આવવી અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ હતી. ગેસની અસર વધતા લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા, જેને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા પાલિકા પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. વહીવટી તંત્રની ત્વરિત અને સક્રિય કામગીરીને પગલે ગેસ લીકેજની અસરને નાથવામાં સફળતા મળી હતી. ​તંત્રની ત્વરિત કામગીરીને કારણે આ ગંભીર બની શકતી ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું વહીવટી સૂત્રો દ્વારા જણાવાયું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર