રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આગામી 22 ડિસેમ્બર થી વાતાવરણમાં માં મોટો પલટો આવતાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો

આગામી 22 ડિસેમ્બર થી વાતાવરણમાં માં મોટો પલટો આવતાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો
બનાસકાંઠા જિલ્લામાં બદલાતા માહોલ વચ્ચે દિવસભર ઝાકળ ભર્યું વાતાવરણ લઘુતમ તાપમાન નો પારો યથાવત પરંતુ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો દિવસભર ૯ કિમી ની ઝડપે ફુકાતા ઠંડા પવનોના કારણે શીત લહેર પ્રજાજનોને ઠંડીમાંથી રાહત પરંતુ ખેતીના પાકો માટે ફરી જોખમ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હાડ થઈ જતી ઠંડી પડી રહી હતી પરંતુ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને અપર એર સર્ક્યુલેશન ની અસર ના પગલે વાતાવરણમાં પણ પલટો આવતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને શુક્રવારના દિવસ પર સમગ્ર જિલ્લામાં ઝાકળભર્યું વાતાવરણ ની સાથે ઠંડા પવનોને કારણે શીતલહેર પણ જોવા મળી હતી.જોકે લઘુતમ તાપમાન નો પારો ૧૨ ડીગ્રી આસપાસ રહેતા અને દિવસનું મહત્તમ તાપમાન માં પણ વધધટ જોવા મળી રહી છે જેના કારણે કડકડતી ઠંડી માંથી લોકો ને આંશિક રાહત મળી છે. જોકે હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષના અંતે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અને ગુજરાત ના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે ત્યારબાદ ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની સંભાવના રહેલી છે પરંતુ બે દિવસ આકાશમાં આંશિક વાદળો સાથે ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે જોકે દિવસભર ધુમ્મસભર્યા માહોલ સર્જાયો હતો અને પવન ના કારણે લોકો ને વહેલી સવારે અને સાંજના સમયે ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે ઠંડીના પગલે રવિ સીઝન ના પાકોમાં ખૂબ જ અનુકૂળતા જળવાઈ રહી હતી ત્યારે  ફરી એકવાર વાતાવરણમાં આવી રહેલા પલટા ના પગલે ખેતીના પાકો માટે પણ ચિંતાના વાદળો છવાયા છે. વર્ષ ના અંતે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે : હવામાન નિષ્ણાતો આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતો ના મતે ડીસેમ્બર ના અંત માં પવન ની દીશા બદલાતા વાતાવરણ માં મોટો ફેરફાર આવવા ની શક્યતાઓ રહેલી છે જેના કારણે રાજ્ય ના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની ની પણ શક્યતાઓ રહેલી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર