રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બિઝનેસ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિવાળી પહેલા સામાન્ય જનતાનો મોટો ઝટકો, તેલ અને ખાંડના ભાવમાં વધારો

દિવાળી પહેલા સામાન્ય જનતાનો મોટો ઝટકો, તેલ અને ખાંડના ભાવમાં વધારો

ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળી પહેલાં સીંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસમાં 15 કિલોના ડબ્બામાં ₹85નો વધારો થતાં ભાવ ₹2,955થી ₹3,005 સુધી પહોંચ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજે 50.33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘા સીંગતેલને કારણે તહેવારો દરમિયાન ગૃહિણીઓના બજેટ પર વધારાનો બોજ પડશે.

દિવાળી પહેલા સામાન્ય લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અગાઉના 6 દિવસોમાં ખાંડના ભાવમાં 10 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં એક્સ-મિલ કિંમતમાં 13 ટકા અને મહારાષ્ટ્રમાં 17 ટકા સુધીનો વધારો નોંધાયો છે. તહેવાર દરમિયાન મીઠાઈની વધતી માંગ અને બજારમાં મર્યાદિત ઉપલબ્ધતા ભાવ વધારાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર