રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ પાસે ઇકોગાડી ચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇકોગાડીની લૂંટ ચલાવતા ચકચાર

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ પાસે ઇકોગાડી ચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇકોગાડીની લૂંટ ચલાવતા ચકચાર
બે અજાણ્યા ઇસમો સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ: ઊંઝા તાલુકાના ટુંડાવ અમુઢ રોડ પર સિદ્ધપુર થી ઇકોગાડી ભાડે કરી બે અજાણ્યા ઇસમો માર્ગમાં ઇકોગાડીના ચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર મારી ઈકો ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ 2,52,000 ના મત્તાની લૂંટ કરી નાસી જવાની દિનદહાડે ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામના પ્રતાપજી જીવણજી ઠાકોર ઈકો ગાડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે ઉભા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ઉવ 30 થી 35 વર્ષના પ્રતાપજીને કામલી ગામે વર્ધીમાં જવાનું કહી લઈ ગયા હતા. બાદ કોઈ પણ રીતે ટુંડાવ થી અમુઢ ગામ તરફ જતા રોડ ઉપર ઉભી રખાવી હતી. બાદમાં પ્રતાપજીને છરી જેવા તિષ્ણ હથિયાર વડે પેટના જમણી બાજુ તથા છાતીના ઉપરના ભાગે જમણી બાજુ ગંભીર ઈજાઓ કરી હતી. આ ઊપરાંત મોઢાના જડબાના ભાગે માર મારી ઈકો ગાડી કી રૂ 2,50,000 તથા મોબાઇલ ફોન કિ રૂ 2000 મળી કુલ રૂ 2,52,000ની લૂંટ કરી આબાદ ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ઇજા ગ્રસ્તના પુત્ર કિરણજી પ્રતાપજી ઠાકોરના નિવેદનને આધારે કોઈ બે અજાણ્યા ઇસમો ઉવ 30 થી 35 જેના નામ સરનામાં જણાવેલ નથી સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર