રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ

ગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ

ગાંભોઈ-ભિલોડા હાઈવે પર વાવડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક મારુતિ કારે આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું ગંભીર ઇજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક સહિત અન્ય પાંચ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તરત જ સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ માર્મીક અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર