સિદ્ધપુર તાલુકા પુનાસણ ગામ નજીક આવેલ દેથળી- પુનાસણ માગૅ પરથી મંગળવારે બપોરના સમયે પસાર થઇ એક કાર નં જી.જે. ૨૪-બીસી ૮૮૧૭ ના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિગ પરનો કાબૂગુમાવી દેતા કાર સરસ્વતી નદી ના ડીપમા પલ્ટી ખાઇ ગઇ હોવાની ઘટના જાણવા મળી છે. આ અકસ્માતની ધટનામાં ચાલક સહિત કેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યાં છે. તે જાણી શકાયું નથી. પરંતુ ગાડીને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે માગૅ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોએ પોતાની ગાડીઓ થંભાવી દઈને તાત્કાલિક બચાવ રાહત કામગીરી હાથ ધરી માનવતા મહેકાવી હતી.
સિદ્ધપુર પુનાસણ-દેથળી માર્ગ પર સરસ્વતી નદીના ડીપમાં કાર ખાબકી





