અરવલ્લી જિલ્લાના ભિલોડાના મુખ્ય બજારમાં આજે રખડતા ઢોરના ત્રાસ વચ્ચે એક અજીબોગરીબ અને ભયજનક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં બે આખલાઓ વચ્ચે હિંસક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ભરબજારમાં અને સતત લોકોની અવરજવર વાળા રસ્તા પર બંને આખલાઓ એકબીજા સાથે એવા શિંગડા ભરાવીને લડ્યા કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ આખલા યુદ્ધને કારણે રોડ પરના કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું અને લોકો પોતાના જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. સ્થાનિક બજારમાં લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો, જેને પગલે રખડતા પશુઓના કારણે સર્જાતી આવી ગંભીર સમસ્યાઓ સામે તંત્ર તાકીદે પગલાં ભરે તેવી માંગ ફરી ઉઠી છે.
ભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત
17 કલાક પહેલા
અરવલ્લીઇડર ખાતે સાંસદના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
2 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત
3 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
