રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા10 જુલાઈ, 2026| Super Admin

કડી પોલીસ મથકમાં લાંચિયા કર્મીની ધરપકડ: 80 હજારની લાંચ લેતા એસીબીએ દબોચ્યો

કડી પોલીસ મથકમાં લાંચિયા કર્મીની ધરપકડ: 80 હજારની લાંચ લેતા એસીબીએ દબોચ્યો

મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકના એક અનાર્મ્ડ કોન્સ્ટેબલને લાંચના કેસમાં એસીબીએ ઝડપી લીધો છે. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક સફળ ઓપરેશન પાર પાડીને અમીન હુસેન મંજૂર હુસેન શેખ નામના આ પોલીસકર્મીને લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ટ્રેપની સફળતા બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સમગ્ર મામલાની વિગત મુજબ, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાંથી ફરિયાદી અને તેના ભાઈઓને બચાવવા અથવા નિકાલ કરવા માટે આરોપી કોન્સ્ટેબલે શરૂઆતમાં ૨ લાખ રૂપિયાની મોટી રકમની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે ૮૦ હજાર રૂપિયા લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી ભ્રષ્ટાચારનો હિસ્સો બનવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ગાંધીનગર ACB નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જતા માર્ગ પર છટકું ગોઠવ્યું હતું, જ્યાં આરોપી ૮૦ હજાર રૂપિયા રોકડા લેતા પકડાઈ ગયો હતો.

લાંચિયા પોલીસકર્મી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કર્યા બાદ એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો દાખલ કરીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસની સાથે સાથે ACB વિભાગે સામાન્ય નાગરિકોને પણ જાગૃત રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી પોતાના કામ માટે જો લાંચની માંગણી કરે, તો જરા પણ ગભરાયા વિના ACB ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન કરીને તેની ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર