મૃતક ખોડાણા ગામનો હોવાની ઓળખ થઈ : મૃતકના સ્થળ નજીકથી દારૂનો અડ્ડો મળ્યો
સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામમાં ગઈકાલે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ ખોડાણા ગામના વ્યક્તિ તરીકે થઈ છે. મૃતદેહ મળ્યો તેના 100 થી 200 મીટર દૂર દેશી દારૂનો એક અડ્ડો જોવા મળ્યો હતો. આ અડ્ડા પર 6 બેરલ દેશી દારૂનો વોશ પણ મળ્યો હતો. વાગડોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ મામલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. સરસ્વતીના ઊંટવાડામાં આધેડ વ્યક્તિનો મૃતદેહ મળતા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.





