રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

મહેસાણા-ઊંઝા હાઈવે પર રક્તરંજિત અકસ્માત: લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી

મહેસાણા-ઊંઝા હાઈવે પર રક્તરંજિત અકસ્માત: લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી

અકસ્માતમાં ૨ ના મોત:૧૩ ગંભીર રીતે ઘાયલ

મહેસાણા-ઊંઝા હાઈવે પર મોટી દાઉ ગામ પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં ૨ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૩ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત રાત્રિના આશરે ૩ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. તે જ સમયે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક તુલસીરામેં પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે અમે અમારી લેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક લક્ઝરી બસ રોંગ સાઈડમાં આવી ગઈ હતી. કદાચ ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી ગયું હોય તેમ લાગે છે. બસ સાવ નજીક આવી જતાં અમે ટ્રકને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બસ પાછળના ભાગે અથડાઈ. જો સીધી ટક્કર થઈ હોત તો અમારો બચવું મુશ્કેલ હતું. અકસ્માત થતા જ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ૧૩ જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં મૃતકોના  મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર