રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ8 જૂન, 2026| Super Admin

પાટણના ઐતિહાસિક સ્થળ રાણી કી વાવ ખાતે ભાજપ દ્વારા 'સ્વચ્છતા અભિયાન' યોજાયું

પાટણના ઐતિહાસિક સ્થળ રાણી કી વાવ ખાતે ભાજપ દ્વારા 'સ્વચ્છતા અભિયાન' યોજાયું

નગરપાલિકા પ્રમુખે સફાઈ કર્મચારીઓને સુરક્ષા સાધનો વાપરવા અપીલ કરી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના અવિરત ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણીના ભાગરૂપે સોમવારે ભારતીય જનતા પાર્ટી  પાટણ શહેરના વોર્ડ નં. ૧ દ્વારા  ઐતિહાસિક ધરોહર રાણકીવાવ ખાતે સફાઈ અભિયાન સાથે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. તા. ૮ જૂન થી ૧૪ જૂન દરમિયાન યોજાનારા વિશેષ સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે, સોમવારે પાટણની ઐતિહાસિક ધરોહર એવી 'રાણી કી વાવ' ખાતે ભવ્ય સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

આ એકતા અને સેવાના કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ,કારોબારી ચેરમેન નિલમભાઈ પટેલ અને દંડક મનીષાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાટણ શહેર મહામંત્રી જીગ્નેશ સોની, કોર્પોરેટર બાબુભાઈ પ્રજાપતિ સહિત વોર્ડ નંબર એકના તમામ કાઉન્સિલરો, શક્તિકેન્દ્ર સંયોજક નૈતિકભાઈ પટેલ, રાજુજી ઠાકોર અને ભાજપ શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૌએ સાથે મળીને રાણી કી વાવ પરિસરની સફાઈ કરી પર્યાવરણ જાળવણીનો સુંદર સંદેશ આપ્યો હતો. 

કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે સ્વચ્છતા આગ્રહી એવા સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી હતી.તેમણે સફાઈ કર્મચારીઓને પોતાની સેફ્ટી માટે હેન્ડ ગ્લોવ્ઝ, ટોપી અનેમાસ્ક જેવા સાધનોનો અચૂક ઉપયોગ કરવાનું  સૂચન કર્યું હતું. આ સાથે જ તેમણે કર્મચારીઓને આ તમામ જરૂરી વસ્તુઓ સમયસર મળી રહે તે માટે તંત્ર સમક્ષ યોગ્ય ભલામણ કરવાની પણ ખાતરી આપી હતી. તમામ પદાધિકારીઓ અને સફાઈ મિત્રોના સામૂહિક પ્રયાસોથી આ સ્વચ્છતા અભિયાન ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહ્યું હતું.

સંબંધિત સમાચાર