રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા

મહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા

છઠીયારડાની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતું હતું દારૂનું કટીંગ

મહેસાણા જિલ્લામાં દારૂબંધીના અમલીકરણમાં નિષ્કાળજી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે રાજ્ય પોલીસ વડાએ કડક હાથે કામ લીધું છે. છઠીયારડા ગામની સીમમાં થયેલા મોટા દારૂના કટીંગ મામલે સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા મહેસાણા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.

ફાર્મ હાઉસમાં ચાલતું હતું દારૂનું કટીંગ મહેસાણા તાલુકાના છઠીયારડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં મોટાપાયે વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની બાતમી ગાંધીનગર એસએમસી (SMC) ની ટીમને મળી હતી. આ બાતમીના આધારે એસએમસીની ટીમે ઓચિંતા દરોડા પાડીને સ્થળ પરથી આશરે 18 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાયે અનેક સવાલો ઊભા કર્યા હતા.

ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્શનરાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જ્યારે સ્થાનિક પોલીસના કાર્યક્ષેત્રમાં આટલો મોટો જથ્થો પકડાય, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી નિશ્ચિત હોય છે. આ કિસ્સામાં પણ રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના PI ડી. આર. રાવ અને બીટના જમાદાર (ASI) ચિરાગજી ને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી દાખવ્યા બદલ તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્ય પોલીસ વડાની કડક ચેતવણીઆ કાર્યવાહી દ્વારા રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દારૂબંધીના મામલે કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. જે તે વિસ્તારમાં જો ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હશે, તો તેના માટે જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને બીટના કર્મચારીઓને જવાબદાર ગણવામાં આવશે. 18 લાખના દારૂના કેસમાં PI કક્ષાના અધિકારીનું સસ્પેન્શન એ પોલીસ વિભાગ માટે એક મોટો બોધપાઠ સમાન છે.

સ્થાનિક પોલીસ સામે ઉઠ્યા સવાલોગાંધીનગરથી આવેલી ટીમે જ્યારે સ્થાનિક વિસ્તારમાં દરોડો પાડીને સફળતા મેળવી, ત્યારે સ્થાનિક મહેસાણા તાલુકા પોલીસને આ અંગે જાણ કેમ નહોતી તે સૌથી મોટો પ્રશ્ન છે. શું આ કામગીરીમાં પોલીસની મિલીભગત હતી કે પછી તંત્રની નિષ્ફળતા? તે અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. હાલમાં બંને પોલીસકર્મીઓ સસ્પેન્ડ થતા હવે આગળની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર