રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા6 જૂન, 2026| Super Admin

બનાસકાંઠા SOGનો સપાટો: કંસારી ટોલનાકા પાસે ₹5.78 લાખના ડ્રગ્સ સાથે બે યુવકો ઝબ્બે

બનાસકાંઠા SOGનો સપાટો: કંસારી ટોલનાકા પાસે ₹5.78 લાખના ડ્રગ્સ સાથે બે યુવકો ઝબ્બે

 M.Phil ગોલ્ડ મેડાલિસ્ટ સહિત બે આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયા: રૂ. 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા પોલીસના "નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા'" અભિયાન અંતર્ગત એસ.ઓ.જી. શાખા, પાલનપુરે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. કંસારી ટોલનાકા નજીકથી હ્યુન્ડાઇ ઔરા કાર નં.GJ-08-CS-1327 માં સવાર બે શખ્સોને ઝડપી પાડી તેમના કબજામાંથી 16 ગ્રામ મેફેડ્રોન સહિત કુલ રૂ. 5,78,640 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત રાઠોડ (IPS) તથા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે (IPS) ના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન વોચ ગોઠવવામાં આવી હતી. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ.રાઠોડ અને પી.એસ. આઇ જે.જે. સરવૈયાની ટીમે મળેલી બાતમીના આધારે કંસારી ટોલનાકા પાસે નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી મેફેડ્રોન, મોબાઇલ ફોન, રોકડ રકમ અને કાર સહિત કુલ રૂ. 5.78 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 ઉચ્ચ શિક્ષિત યુવક ડ્રગ્સના ધંધામાં સંડોવાયો

પકડાયેલા આરોપીઓમાં જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર M.Phil સુધીનો અભ્યાસ કરેલો છે. તથા M.Philમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમણે ડીસા અને પાંથાવાડાની વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેઓ PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવકનું ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાં નામ ખુલતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જપ્ત કરાયેલ મુદ્દામાલ મુદ્દામાલ

મુદ્દામાલ.                કિંમત.

16 ગ્રામ મેફેડ્રોન.   રૂ. 48,000

હ્યુડાઇ ઔરા કાર  રૂ.5,00,000

2 મોબાઇલ ફોન    રૂ. 30,000

રોકડ રકમ.            રૂ. 640

કુલ                    રૂ. 5,78,640

 ઝડપાયેલા આરોપીઓ

(1) જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર રહે. શિવધામ સોસાયટી, ડીસા

(2) સાહિલ પ્રવીણભાઈ વાઘેલા (પરમાર)હાલ રહે. શિવનગર, ડીસા મૂળ રહે. આસેડા, તા.ડીસા



સંબંધિત સમાચાર