રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા એલ.સી.બી.એ ખારીયાના કુખ્યાત આરોપીના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા એલ.સી.બી.એ ખારીયાના કુખ્યાત આરોપીના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂ-બિયરના 777 નંગ, કિંમત રૂ. 2.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને રાજસ્થાન તરફથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એલ.સી.બી. બનાસકાંઠાની ટીમે ખારીયા ગામની સીમમાં દરોડો પાડી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને બિયરના 777 નંગ, કિંમત રૂ. 2,53,676/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ, IPS તથા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબે, IPSની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી. બી.ની અલગ-અલગ ટીમો દ્વારા દારૂબંધી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે ખારીયા ગામની સીમમાં ગજેન્દ્રસિંહ અભેસિંહ વાઘેલાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડ દરમિયાન મકાન માલિક ગજેન્દ્રસિંહ વાઘેલા હાજર મળી આવ્યો નહોતો. મકાનની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 777 નંગ દારૂની બોટલ/બિયરના ટીન, કિંમત રૂ. 2,53,676/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર