રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ: ૧૩૦૦થી વધુ દવાઓની દુકાનો બંધ

બનાસકાંઠા કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ: ૧૩૦૦થી વધુ દવાઓની દુકાનો બંધ

દેશવ્યાપી કેમિસ્ટ હડતાળની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. જિલ્લા મથક પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવાર થી મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. ઓનલાઇન દવાના વેચાણને મંજૂરી આપવાના વિરોધ સહિતના મુદ્દાઓને લઈને કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને બનાસકાંઠામાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. કેમિસ્ટ એસોસિએશનના આહ્વાન મુજબ જિલ્લાના તમામ મેડિકલ સંચાલકોએ બંધ પાળ્યું હતું. પાલનપુર શહેરમાં વહેલી સવારથી જ મુખ્ય બજાર તેમજ ડોક્ટર હાઉસ કમ્પાઉન્ડ વિસ્તાર માં આવેલા મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા.

એસોસિએશનના જણાવ્યા મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 1300થી વધુ અને પાલનપુર શહેરમાં આશરે 400 જેટલા મેડિકલ સ્ટોર્સ આજે બંધ રાખવામાં આવ્યા હતા. મેડિકલ સંચાલકો ઓનલાઇન દવાના વેચાણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ઓનલાઇન દવાઓના વેચાણથી સ્થાનિક મેડિકલ વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી શકે છે તેમજ દર્દીઓના આરોગ્ય સાથે પણ જોખમ ઉભું થઈ શકે છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન છતાં દર્દીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.

 દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

 જોકે, દર્દીઓને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઈમરજન્સી સેવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. સાથે જ પાલનપુર શહેરમાં કેટલાક ગણતરીના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખી જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર