રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

બનાસ ડેરીની અનોખી પહેલ: સતત 6ઠ્ઠા વર્ષે 'સીડબોલ ફોર ગ્રીન વોલ' અભિયાન શરૂ

બનાસ ડેરીની અનોખી પહેલ: સતત 6ઠ્ઠા વર્ષે 'સીડબોલ ફોર ગ્રીન વોલ' અભિયાન શરૂ

અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી બનાવવા 15 દિવસમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર

નવી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ આપવાનો સંકલ્પ : શંકરભાઈ ચૌધરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજી નજીક રબારીવાસ, પાંચ્છા ખાતે બનાસ ડેરીના "સીડબોલ ફોર ગ્રીન વોલ – સીઝન-6" અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સહયોગ થી આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે.કાર્યક્રમની શરૂઆત 'એક પેડ માં કે નામ–3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. ત્યારબાદ શંકરભાઈ ચૌધરીએ ડ્રોન તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

52.jpg 219.04 KB
શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની હજારો મહિલા પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડબોલ તૈયાર કર્યા છે. આ વર્ષે 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ અભિયાન માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો જનઆંદોલન છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા સીડબોલ અભિયાનના પરિણામે અનેક સ્થળોએ કુદરતી રીતે વૃક્ષોનો વિકાસ જોવા મળી રહ્યો છે.

કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, વિવિધ ધારાસભ્યો, બનાસ ડેરીના નિયામકો, વન વિભાગના અધિકારીઓ, સહકારી આગેવાનો, સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સીડબોલ વાવેતરમાં ભાગ લીધો હતો.

ટેગ્સ:#Banas Dairy

સંબંધિત સમાચાર