રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 જૂન, 2026| Super Admin

અંબાજીમાં ખાખી પર હુમલો: લુખ્ખાઓના આતંક વચ્ચે ૨ શખ્સોની ધરપકડ

અંબાજીમાં ખાખી પર હુમલો: લુખ્ખાઓના આતંક વચ્ચે ૨ શખ્સોની ધરપકડ

યાત્રાધામ અંબાજીના વોર્ડ નંબર 8 માં ધોળા દિવસે નશામાં ધુત લુખ્ખા તત્વોએ એક સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યો હતો,બાદમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને તેમની પીસીઆર વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો- યાત્રિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

લુખ્ખા તત્વોના આતંકનો ભોગ બનનાર બદારામ પંચાલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બાઈ કસવાર નશાની હાલતમાં હતા. અને નીચે પડ્યા બાદ તેઓ મારી પાસે આવી બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા. હું જેમ-તેમ કરીને તેમના ચુંગાલમાંથી છૂટ્યો અને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયો હતો.ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે, કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, નશામાં ધુત ત્રણેય અસામાજિક તત્વો પોલીસને જોતા જ ઉશ્કેરાઈ ગયા હતા.

તેઓએ હાથમાં રહેલી લાકડીઓ અને મોટા પથ્થરો વડે પોલીસ વાન  પર હુમલો શરૂ કરી દીધો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ તત્વો પોલીસકર્મીઓને પકડીને તેમની પર હુમલો કરી રહ્યા છે, બેફામ ગાળો ભાંડી રહ્યા છે અને પથ્થરમારો કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.આ ગંભીર ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ પર હુમલો કરનારા તત્વોને પકડવા માટે પોલીસે તાત્કાલિક અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર