ભીલડી થી મોટાકાપરા ને જોડતો ડામર રસ્તો ઠેર-ઠેર તૂટી જતા વાહન ચાલકો પરેસાન

ડામર રોડ પર ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો અને રસ્તા પર ગાંડા બાળવો પણ નમી ગયા
ભીલડી હાઇવે થી થરાદ હાઈવે ને જોડતો શોર્ટ રસ્તો અનેક વાહન ચાલકો માટે ઉપયોગી
ડીસા તાલુકાના ભીલડી શહેર થી મોટાકાપરા ગામ ને જોડતો પાકો રસ્તો આવેલો છે એટલે કે ભીલડી હાઇવે થી થરાદ હાઇવે ને જોડતો આ રસ્તો હોવાના કારણે વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે આ રોડ પર અનેક ગામો પણ આવેલા છે. પરંતુ ડામર રસ્તો ખૂબ જ ખખડધજ બની ગયો છે અને ખાડા ખડીયા પડી જતા વરસાદી પાણી નો ભરાવો થઈ રહ્યો છે. ઉપરાંત ગાંડા બાળવો પણ રસ્તા પર પથરાયા છે. જેથી અકસ્માત નો ભય જોવાઇ રહ્યો છે. ભીલડી થી સોયલા અને બલોધર ગામ સુધી રસ્તો થોડાક અંશે સારો છે. પરંતુ બલોધર થી તાલેગઢ અને મોટા કાપરા ના હાઇવે સુધી રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે જેના કારણે અકસ્માત નો પણ ભય સતાવી રહ્યો છે.વળી રસ્તા પર બાવળો આવી ગયા છે તેનું પણ કટીંગ થતુ નથી આ રસ્તા પર સતત રેતી ભરી ને ડમ્પરો દોડતા રહે છે. જેના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી રસ્તો તુટી જવા પામ્યો છે જેમાં વરસાદનું પાણી ભરાતાં નાના વાહન ચાલકો ને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. સત્વરે રસ્તા નુ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ટેગ્સ:#public safety#Disa taluka#Community Concerns#Road Maintenance#Demand for Repairs#road infrastructure#Motorist Safety#Potholes and Accidents#Road Damage#Bhildi to Motakapara#Asphalt Road Conditions#Rainwater Impact#Local Transportation Issues#Ganda Balwa#Highway Connectivity
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
1 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
3 દિવસ પહેલા
