પાલનપુરમાં સમી સાંજે વાતાવરણ પલટાતા મેઘરાજાનું આગમન થયું હતું. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુરમાં સાંજ ઢળતાની સાથે જ મોસમે મિજાજ બદલ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું આગમન થતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ફરી વળ્યાં હતા. જોકે, વરસાદને પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે, ભર ઉનાળે ચોમાસું માહોલ જોવા મળ્યો હતો. જેમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.
પાલનપુરમાં ભારે પવન વચ્ચે મેઘરાજાનું આગમન, ગાજવીજ સાથે વરસાદ: વીજળી ડૂલ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#weather#rain#Monsoon#climate change#local news#Power Outage#Heat Relief#Thunder#Meghraja
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ બેંકની ચૂંટણી પ્રક્રિયામાં કથિત વિલંબ સામે સહકારી મંડળીઓના ચેરમેનો મેદાને
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ઢુવા ગામે દિવાલના વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર હુમલાનો આક્ષેપ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ, વાહન ચાલકો અટવાયા
1 દિવસ પહેલા
