રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના રામોસણા ગામમાં બાળકોને રમવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૧૦ લોકો ઈજાગ્રસ્ત

મહેસાણાના રામોસણા ગામમાં બાળકોને રમવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૧૦ લોકો ઈજાગ્રસ્ત

મહેસાણાના રામોસણા ગામમાં મોડી રાત્રે એક અત્યંત સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોને સાઈડમાં રમવાનું કહેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે મોટી બબાલ થઈ હતી, જેમાં સામસામે લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવતા ૧૦ જેટલા લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રામોસણા ગામમાં રાત્રિના સમયે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન કોઈક દ્વારા બાળકોને વચ્ચે ન રમવા અને સાઈડમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવેલી આ સામાન્ય ટકોરથી બે પરિવારો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ વિવાદ રામોસણા ગામમાં આવેલા મેલડી માતાજી મંદિરના મહંતના પરિવાર અને ગામના જ અન્ય એક સ્થાનિક પરિવાર વચ્ચે થયો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષોના લોકો આમને-સામને આવી ગયા હતા.

 મોડી રાત્રે બંને પક્ષો વચ્ચેનો આક્રોશ એટલો વધી ગયો હતો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષો દ્વારા એકબીજા પર લાકડીઓ અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ સામસામા હુમલામાં બંને પક્ષોના મળીને કુલ ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે રામોસણા ગામમાં તંગદિલી અને ભયનો માહોલ છવાયો છે. એક નાનકડી બાબતે આટલું મોટું સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠ્યા છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધવાની અને ગામમાં શાંતિ જાળવવાની કવાયત હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર