રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી

પાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી

ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા ટેકનિકલ મંજૂરી અપાઈ

પાટણ શહેરની પીવાના પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ખોરસમ-સરસ્વતી પાઈપલાઈનથી સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા ટેકનિકલ મંજૂરી અપાઈ છે. પાટણ નગરપાલિકાએ શહેરની પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે રજૂઆતો કરી હતી, જે સફળ રહી છે. આ મંજૂરી મુજબ ખોરસમ-સરસ્વતી પાઈપલાઈનમાંથી અલગ કનેક્શન લઈને સીધી સિદ્ધિ સરોવર સુધી આશરે 1260 મીટર લાંબી MS પાઈપલાઈન નાખવામાં આવશે. 

આ સમગ્ર કામગીરીનો અંદાજિત ખર્ચ 895.53 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આ કામગીરી માટે નગરપાલિકા પ્રમુખ,કારોબારી ચેરમેન, વોટર વર્કસ કમિટી ચેરમેન દ્વારા ગાંધીનગરની સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરાઈ હતી. પાટણ શહેરની વધતી વસતી અને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સિદ્ધિ સરોવર સુધી પાણી પહોંચાડવાની આ યોજના ભવિષ્યના પાણી પુરવઠા માટે ઘણી મહત્વની સાબિત થશે. નગરપાલિકાએ નાગરિકોને પૂરતું અને સુવ્યવસ્થિત પીવાનું પાણી મળે તે માટે આ આયોજનને પ્રાથમિકતા આપી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર