રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા26 જૂન, 2026| Super Admin

ડીસાના H.M. આંગડિયા પેઢી લૂંટ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

ડીસાના H.M. આંગડિયા પેઢી લૂંટ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

તા. 14/10/2024ના રોજ ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં આવેલી H.M. આંગડિયા પેઢી ખાતે અંદાજે રૂ. 52,50,000ની લૂંટનો બનાવ બન્યો હતો. બનાવ અંગે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પાલનપુર L.C.B. દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની વિગતવાર તપાસ હાથ ધરી જરૂરી મૌખિક તથા દસ્તાવેજી પુરાવા એકત્રિત કરીને નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ડીસા સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જે ક્રિમિનલ કેસ નં. 4558/2024 તરીકે નોંધાયો હતો.

ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે તમામ સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરીને પોતાનો પુરાવો પૂર્ણ કરી ક્લોઝિંગ આપ્યું હતું. ત્યારબાદ આરોપી પક્ષ તરફથી એડવોકેટ એમ.જી.ટાંક, આર.કે.ગઢવી, પી.એલ.શર્મા, જે.જી. મકવાણા તથા કે.કે.પંચીવાલા દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષીઓની વિગતવાર ઉલટતપાસ કરવામાં આવી હતી. તેમજ કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. નામદાર કોર્ટે સમગ્ર મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષની દલીલો પર વિચારણા કર્યા બાદ તમામ આરોપીઓને BNSની કલમો 309(4), 126(2), 61(2), 351(2), 351(3), 54, 238(c) તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1)(BA) હેઠળના આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ સાથે ડીસા શહેરમાં વર્ષ-2024 દરમિયાન બનેલા ચર્ચિત H.M. આંગડિયા પેઢી લૂંટ કેસનો ટ્રાયલ પૂર્ણ થયો છે.

સંબંધિત સમાચાર