રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા-સિદ્ધપુર રોડ પર અકસ્માત: બે વાહનો વચ્ચેની ટક્કરમાં એકનું કમકમાટીભર્યું મોત

ઊંઝા-સિદ્ધપુર રોડ પર અકસ્માત: બે વાહનો વચ્ચેની ટક્કરમાં એકનું કમકમાટીભર્યું મોત

  ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર મકતુપુર અને બ્રાહ્મણવાડા વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક  ઈકો કાર અને આઈસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોઝારી ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, ઊંઝાથી સિદ્ધપુર તરફ જઈ રહેલી ઈકો ગાડી અને  આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર