રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરના બિહારી બાગ પાસે અકસ્માત : ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી

પાલનપુરના બિહારી બાગ પાસે અકસ્માત : ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી
પાલનપુર-આબુ હાઇવે પર બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ટ્રક દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો જારી રહ્યો છે. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર-આબુ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જુના ચેકપોસ્ટથી એરોમાં સર્કલ તરફ જતા બિહારી બાગ પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ટ્રક દુકાનમાં ઘૂસતા જીરેન ગુપ્તા નામના દુકાનદારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. પાલનપુર પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર