રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા1 જૂન, 2026| Super Admin

ડીસા બનાસ પુલ પર ટ્રક અને ઘાસ ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: હાઈવે પર ઘાસના પૂળા વેરાતા ભારે ટ્રાફિકજામ

ડીસા બનાસ પુલ પર ટ્રક અને ઘાસ ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: હાઈવે પર ઘાસના પૂળા વેરાતા ભારે ટ્રાફિકજામ

સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં, ક્રેનની મદદથી રોડ પરથી ઘાસ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

​ ડીસા શહેર નજીક આવેલા બનાસ નદીના પુલ પર  સોમવાર ના બપોર ના સમયે એક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે ઘાસ ભરેલા ટ્રેક્ટરને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા ઘાસના પૂળા આખા રોડ પર વેરવિખેર થઈ ગયા હતા, જેના કારણે પુલ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર પલટી ખાતા બચ્યું હતું. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી, જ્યારે હાઈવે પરથી ઘાસના પૂળા હટાવવા માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ​ક્રેન દ્વારા તમામ ઘાસ ફરીથી ટ્રોલીમાં ભરીને રોડ સાફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી હાઈવેનો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પુલ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે અકસ્માતો વધ્યા છે. હાલમાં પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે

સંબંધિત સમાચાર