મહેસાણા તાલુકાના બોરીયાવી ગામે રહેણાંક મકાનમાંથી તાલુકા પોલીસે 146 ગ્રામ 64 મીલીગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ગાંજો વેચવા માટે આપનાર ટુંડાલીના શખ્સ સહિત બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.જી. બડવા અને તેમની ટીમે બાતમીના આધારે તાલુકાના બોરીયાવી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ધનાજી રેવાજી ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરી પ્લાસ્ટિકની 52 પડીકીઓમાં વેચવા માટે પેક કરીને રખાયેલ 146 ગ્રામ 64 મિલીગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ધનાજીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં ગાંજાનો આ જથ્થો રહીમખાન શમશેરખાન પઠાણ (મૂળ રહે. ટુંડાલી, હાલ રહે. સાહિલ ટાઉનશીપ, મહેસાણા)એ આપ્યો હોવાની કબૂલાત કરતા બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ રહીમખાનની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા તાલુકા માંથી ગાંજાના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#NDPS Act Violation#Ganja Arrest in Mehsana#Mehsana Taluka Police Action#Drug Seizure Incident#Boriyavi Village Drug Case#Youth Arrested for Drug Possession#Drug Trafficking Network#Criminal Charges Filed
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
12 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
