મોડાસા શહેરમાં એલસીબીનો સ્ટાફ ઉત્તરાયણ પર્વમાં ચાઈનિઝ સ્કાય લેટન તુક્કલનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સહયોગ ચાર રસ્તા કેનાલ પાસેથી એલસીબીએ એક્ટિવા ઉપર જઈ રહેલા શખ્સને રૂ.3હજારની ચાઈનિઝ દોરીની 60 ફિરકી સાથે ઝડપ્યો હતો. પોલીસને જોઈને એક્ટિવા પાછળ બેસેલો શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસને ખાનગી માહિતી મળી હતી કે એક્ટિવા નં. જીજે 31 એચ 0638 ઉપર બે શખ્સો ચાઈનિઝ દોરીની ફિરકીઓનું બોક્સ લઈને સહયોગ ચાર રસ્તા નજીક આવેલી કેનાલ પાસેથી મોડાસા ચાર રસ્તા તરફ જવાના હોવાની માહિતીના આધારે એલસીબીએ નાકાબંધી દરમિયાન આરોપી ઇરફાન સિરાજભાઈ મેઘજીયા રહે. એલાયન્સ નગર ભેરુંડા મોડાસાને ઝડપી પાડ્યો હતો. જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ચાલુ એક્ટિવા પરથી કૂદીને અરસીલ મલેક રહે. એલાયન્સ નગર ભેરુંડા ભાગી છૂટ્યો હતો. પોલીસે એક્ટીવાની તલાશી લેતાં તેમાંથી રૂ.30હજારની ચાઈનિઝ દોરીની ફિરકી નંગ 60 મળી હતી. પોલીસે ચાઈનિઝ દોરી અને એક્ટિવા સહિત કુલ રૂ.60હજારનો મુદ્દામાલ કબજે લઈને ભાગી છૂટેલા વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ચાઈનિઝ દોરી અને એક્ટિવા સહિત કુલ રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે

સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. ૧૨.૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીમેઘરજ: ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વેપારી પાસેથી 5 લાખ પડાવવાનો પ્રયાસ, સતર્કતાથી ઠગાઈ અટકી
1 અઠવાડિયા પહેલા
