મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલા મોટીદાઉ પાટિયા પાસે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં આઈસ્ક્રીમ ભરીને જઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે આખું કન્ટેનર આગની જવાળાઓમાં ઘેરાઈ ગયું હતું. હાઈવે પર દોડતા વાહનમાં આગ લાગતા જ ચાલકે સમયસૂચકતા વાપરી નીચે કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કન્ટેનરમાં રહેલો લાખો રૂપિયાનો આઈસ્ક્રીમનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે તાબડતોડ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મહેસાણાના મોટીદાઉ પાટિયા પાસે આઈસ્ક્રીમ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા બસ સ્ટેન્ડ પાસે ગંદકી અને દબાણનું સામ્રાજ્ય : મુસાફરો મુશ્કેલીમાં
1 દિવસ પહેલા
મહેસાણાઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ: પૂર્વ આઈએએસ મહેન્દ્રભાઈ પટેલની સર્વાનુમતે વરણી
2 દિવસ પહેલા
મહેસાણાજીતનો સિલસિલો યથાવત: ઊંઝા ડેપો બેઠક પર ચેતનભાઈ ચૌધરી ૧૭૪ મતે વિજયી
2 દિવસ પહેલા
મહેસાણાકડીમાં ટ્રાન્સફોર્મર કંપનીમાં તસ્કરો ત્રાટક્યા: રૂ. ૧.૮૭ લાખના કોપરની ચોરી
4 દિવસ પહેલા
