રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 માર્ચ, 2025| Super Admin

ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા અફડા તફડી

ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા અફડા તફડી
ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો બળીને ખાખ; ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા બાદ લાટી સળગી હતી. ઊંઝા પાટણ મહેસાણા સહિત છ જેટલા ફાયર ફાઇટરોની મદદથી 6 કલાક જહેમત બાદ આગને કાબુમા લેવાઈ હતી. ઊંઝા શહેરમાં હાઇવે રોડ પર આવેલ ભગવતી વુડન વર્કસ નામની ફેક્ટરીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઈને ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમા લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કર્યો હતો. જેને લઈ મહેસાણા ઓએનજીસી, મહેસાણા મહાનગર પાલિકા, પાટણ, પાલનપુર વિસનગર સહિત ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં દિવસભર 6 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગને કારણે વુડન ફેક્ટરીમાં રહેલ સામાન, શોરૂમમાં રહેલ ચાર રીક્ષા અને છ જેટલા બાઈકો ખાખ થઈ જવા પામ્યા હતા. તેમજ નજીકમાં આવેલ અંબિકા લાટીમાં રહેલ કરોડની કિંમતનું ઇમારતી લાકડું બળી જતા નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તેમજ આજુબાજુની દુકાનો વાળા પણ પોતાની દુકાનનો માલ સામાન અન્ય સ્થળે મુકવા દોડધામ મચાવી હતી.

સંબંધિત સમાચાર