ઊંઝા તિરુપતિ માર્કેટની પેઢીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી : ઊંઝા શહેરમાં આવેલ તિરૂપતિ માર્કેટની પેઢી નંબર 14 ના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પાલિકાનાં ફાયર ફાઇટર દ્રારા આગને કાબુમા લેવાઈ હતી. આગને લઈ ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
વિગતો અનુસાર ઊંઝા શહેરમા તિરુપતિ માર્કેટ આવેલું છે. આ માર્કેટના પેઢી નંબર 14 પટવા રૂપેશ સુમિતલાલ નામની પેઢીના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના સોલંકી હિતેન્દ્ર તેમજ ફેનિલ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને લઇ ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
