રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો
જુદી-જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો માવાના નમુનાઓ લઈને ચકાસણી કરાઈ હતી: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્‍ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા. ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમુનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનુ જાહેર થયેલ હતું તેથી ફુડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનાઓને સંલગ્ન તમામ જવાબ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલ કુલ ૧૦ કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો હતો. આ કેસમાં સંસાર પ્રીમિયમ ઘીના ૫૦૦ ગ્રામ પેકિંગ ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે (૧) ચીરાગકુમાર જગદીશભાઈ બાનાવાલા, મે.અનંત ટ્રેડર્સ ,ગુજરાત મોચી વાસ પાસે,મુ.પો.તા. ડીસાને (૨) સાગરકુમાર જગદીશભાઈ બાનાવાલા, મે.અનંત ટ્રેડર્સ , ગુજરાત મોચી વાસ પાસે મુ.પો.તા.ડીસાને ૫૦૦૦૦ નો દંડ, (૩) વિકી રાજેશભાઈ ચોખાવાલા, મે.એસ.વી માર્કેટીગ,લાઠી બજાર મુ.પો.તા. ડીસાને ૨ લાખનો દંડ, સગુન પ્રીમિયમ ગાયના ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે આ જ ઈસમોને વધુ ૨.૫૦ લાખનો દંડ, નાકોડા ડેરીના 1 લીટર પેક પાઉચમાંથી સ્પેશિયલ દેશી ઘીના (૧) વનાભાઈ ભાલાભાઈ સોલંકી મે.જય ગોગા પ્રોવિઝન સ્ટોર, બંસીધર શોપિંગ સેંટર, મુ.જેતડા તા.થરાદ,(૨) નમનકુમાર કેવલચંદ જૈન (ઉત્પાદક પેઢી) મે. કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી),દાદોબા કંપાઉડ , વાલગાવ , અંજુર ફાટા તા.ભીવંડી, જી. થાણે (૩) મે. કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી) ગોળા નં.૯૪૫ , ૯૪૬ અને ૧ થી ૬, દાદોબા કંપાઉડ ,વાલગાવ ,અંજુર ફાટા તા.ભીવંડી ,જી. થાણે, મહારાષ્ટ્રને કુલ ૪.૫૦ લાખનો દંડ કરાયો હતો. આ સાથે ફિરોજહૈદર અહમદભાઈ અધારિયા મે.નમસ્તે ફુડ પ્રોડકટસ , હોટલ મિલન પાછળ, હાઈવે રોડ, મુ.પો.કાણોદર, કાન્તિભાઈ નાગરભાઈ પટેલ મે. કેશવ કોલ્ડ સ્ટોરેજ,  ડીસા- પાલનપુર હાઈવે,(૨) રાજેંદ્ર્કુમાર ધુડાભાઈ જોષી મે. કેશવ કોલ્ડ સ્ટોરેજ, ડીસા- પાલનપુર હાઈવે, (૩) ઈશ્વરભાઈ વિરાભાઈ પટેલ મે. કેશવ કોલ્ડ સ્ટોરેજ,ડીસા- પાલનપુર હાઈવે, ૪. લાલબહાદુર રામબરન યાદવ - માલિક મે. જય અંબે ડેરી પ્રોડક્ટસ , (ઉત્પાદક પેઢી)  મુ. મડાણા ( ડાંગીયા ) તા. પાલનપુર સહિતના ઈસમો વિરૂદ્ધ કુલ ૨૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર