રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો

સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો
પાઈપ-લાકડીઓ ઉછળી, પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડાને કારણે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના વાલ્મિકી વાસ અને ચામુંડા ચોક પાસે બની હતી. અથડામણમાં લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા હથિયારોનો ઉપયોગ થતાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. સિદ્ધપુર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કુલ આઠ શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવની સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ કમળાબેન ચાવડાએ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમના જેઠના દીકરાને મહોલ્લામાં રહેતા દિલીપભાઈના દીકરાએ માર માર્યો હતો. આ બાબતે ઠપકો આપવા જતાં દિલીપભાઈ મકવાણા,વિમળાબેન મકવાણા, તારાબેન મકવાણા અને તુષાર મકવાણાએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી હતી.જેમાં દિલીપભાઈએ લોખંડની પાઇપ કમળાબેન ના માથામાં મારી હતી, જ્યારે અન્ય લોકોને પણ પાઇપ અને લાકડી વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે સામે પક્ષે, વિમળાબેન મકવાણાએ વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના દીકરાના દીકરાને મહોલ્લામાં રહેતા દીપકના દીકરાએ માર માર્યો હતો,જેથી તેઓ સમજાવવા ગયા હતા. તે સમયે કમળાબેન નરેશભાઈ ચાવડા,હિતેશભાઈ મુકેશભાઈ ચાવડા, મનીષભાઈ મુકેશભાઈ ચાવડા અને દીપકભાઈ જયંતિભાઈ ચાવડાએ તેમના ઘર પાસે આવી હુમલો કર્યો હતો. વિમળાબેનના આક્ષેપ મુજબ,આ આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે તેમને તથા અન્ય લોકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.સિધ્ધપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે આઠ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ ASI ગણપતસિંહ ચલાવી રહ્યા છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર