રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 સપ્ટેમ્બર, 2026| Super Admin

ભગિની સમાજ પાટણ અને મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે બેબી કીટનું વિતરણ

ભગિની સમાજ પાટણ અને મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે બેબી કીટનું વિતરણ

છ માસની 53 દીકરીઓને તેમની તમામ જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ સાથેની કિટ અપાય

બાળકીઓ નીરોગી અને તંદુરસ્ત રહે તે માટે મહિલા અને  પાટણ બાળ વિકાસ અધિકારી કચેરીના વિશેષ સહયોગથી ભગિની સમાજ દ્વારા છ માસની 53 દીકરીઓને  તેમની તમામ જરૂરિયાતની મુજબની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ બેબી કિટમાં કપડાં, ગોદડી, રૂમાલ, સીવેલું મચ્છર જાળી વાળું ઘોડિયુ,હાથ પગના મોજા, રમકડાં તેમજ શેમ્પુ, ક્રીમ, માલિશનું તેલ,પાવડર વગેરેનો સમાવેશ કરવામાં આવેલ.  

આ બેબી કિટ વિતરણ કાર્યક્રમ પૂર્વે સમૂહ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી ડો.લીલાબેન સ્વામીએ સૌ મહેમાનો અને ધાત્રી માતાઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત સાથે બાળકીઓ નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે આયોજિત કીટ વિતરણનો હેતુ સમજાવ્યો હતો. પાટણ મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ દીકરીઓને કે જેમની એક વર્ષની અંદર મામલતદાર કચેરીમાં નોંધણી કરાવે તો સરકાર  તરફથી રૂ.1,10,000 તબક્કા વાર રકમ પ્રાપ્ત થાય છે અને તે ફોર્મ એક વર્ષની અંદર એટલે કે બેબીના જન્મથી પ્રથમ જન્મદિવસની અંદર આ નોંધણી કરાવવા જણાવ્યું હતું. 

જયારે કચેરીના આશાબેન પટેલે દીકરીઓને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ ગાયનેક ડો.વ્યોમેશ શાહના પુત્ર ડો.દીપ શાહ કે જેઓ પણ ગાયનેક છે. તેઓએ નાની વયની બાળકીઓના સ્વાસ્થ્ય તેની જાળવણી અને નીરોગી રહે તે માટે માતાનું સ્તનપાન અનિવાર્ય છે. માતાના દૂધમાંથી મળતા વિટામિન, મિનરલ્સ બાળકને માનસિક અને શારીરિક રોગ પ્રતિકાત્મક શક્તિ વધારનારું છે. તેમજ દીકરીની સાચવણી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના પ્રમુખ વાલીબેને બાળકી અને ધાત્રી માતાઓને સુખી અને તંદુરસ્ત રહેવાના આશીર્વાદ આપેલ.કાર્યક્રમનું સંચાલન હેમાબેન મજમુદાર અને મનીષાબેન ઠકકરે કરેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્ય બહેનો અને માતાઓ તેમની દીકરી સાથે ઉપસ્થિત રહીં હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર