રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના ચાંદરવાની ઘરફોડ ચોરીમાં સામેલ ૩ તસ્કરો ઝડપાયા

વાવના ચાંદરવાની ઘરફોડ ચોરીમાં સામેલ ૩ તસ્કરો ઝડપાયા

પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

વાવ તાલુકાના ચાંદરવા ગામે તાજેતરમાં થયેલ ઘરફોડ ચોરીનો વાવ પોલીસ અને -પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રોકડ રકમ સાથે ત્રણ શખ્સોને રાજસ્થાનથી પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

મળતી વિગતો અનુસાર એક સપ્તાહ પહેલા ચાંદરવા ગામે રહેતા વાઘજીભાઈ વિહાજી રાજપુતના ખેતરમાં આવેલ રહેણાંક મકાનના રૂમમાં વાઘજીભાઈએ  તિજોરીમાં મુકેલા રૂ. 3.00,000 (ત્રણ લાખ) ની રોકડની ચોરી થયાની વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. વાવ પોલીસ અને પેરોલ ફર્લો વાવ-થરાદની પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા બાતમીદારોની મદદથી ચોરી કરનાર જેઠાભાઈ ચતરાભાઈ ઠાકોર, ગણપતભાઈ ચતરાભાઈ ઠાકોર અને અમરતભાઈ ચતરાભાઈ ઠાકોર (ત્રણેય રહે. બાવરવાળા, તા. સેડવા, જી. બાડમેર - રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રકમમાંથી રૂ.1.80,000 રોકડા કબ્જે કર્યા છે અને ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આમ ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રિકવર કરતા ફરિયાદીએ વાવ પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર