રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા

પાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા

ડમી પરીક્ષાર્થી, માસ કૉપી અને પ્રતિબંધિત સાધનો સાથે ઝડપાનારા સામે કડક કાર્યવાહી કરાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અને કૉપી કેસ સામે કાર્યવાહી કરવા માટે 15 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન ગેરરીતિથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રતિબંધિત સાધનોનો ઉપયોગ, નકલ, ડમી પરીક્ષાર્થી, માસ કૉપી તેમજ પરીક્ષા સ્ટાફ સાથે ગેરવર્તણૂક સહિતનાં કૃત્યોને ગેરરીતિ ગણવામાં આવશે અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

યુનિવર્સિટીની મંજૂરી વિના મોબાઈલ ફોન, ડિજિટલ ડાયરી,પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર,પેન સ્કેનર (બ્લુટૂથ (©કરણ અને સ્માર્ટપેન સ્કેનર, બ્લુટૂથ ઉપકરણ અને સ્માર્ટ વૉચ સહિતનાં સાધનો પરીક્ષા ખંડમાં લઈ જવા કે પોતાની પાસે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પુસ્તકો, કાગળો, ફોટોકૉપી અથવા અન્ય પ્રતિબંધિત સામગ્રી રાખવી પણ ગેરરીતિ ગણાશે.પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થી પાસેથી કે પરીક્ષા ખંડની બહારથી કોઈપણ માધ્યમ દ્વારા મદદ લેવી કે આપવી, લખેલી અથવા ઇલેક્ટ્રોનિક સામગ્રીમાંથી જવાબો મેળવવા પ્રયાસ કરવો તેમજ અન્ય વિદ્યાર્થીને નકલ કરવામાં મદદ કરવી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાર્થી દ્વારા ઉત્તરવહીનાં મૂળ પાનાં કાઢી નાખવા, તેમાં નવાં પાનાં ઉમેરવા અથવા ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર લઈ જવા જેવા કૃત્યોને ગંભીર ગેરરીતિ ગણવામાં આવશે

આ ઉપરાંત પ્રશ્નપત્ર કે પ્રવેશ પત્ર પર જવાબો લખવા સામે પણ નિયમો મુજબ કાર્યવાહી થઈ શકે છે.ઉત્તરવહીમાં પોતાની ઓળખ છતી થાય તેવાં વિશિષ્ટ નિશાન બનાવવાં, ઓળખપત્ર કે પ્રવેશપત્રમાં ચેડાં કરવાં અથવા પોતાનું ઓળખપત્ર કે પ્રવેશપત્ર અન્ય વ્યક્તિને આપવું પણ ગેરરીતિમાં સામેલ કરવામાં આવ્યું છે. પરીક્ષાખંડમાં બે કે તેથી વધુ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં જવાબો, પ્રશ્નોની પસંદગી, જવાબોનો ક્રમ અથવા લખવાની પદ્ધતિમાં અસામાન્ય સમાનતા જોવા મળશે તો તેને માસ કૉપી કેસ તરીકે ગણવામાં આવશે.આવી સ્થિતિમાં યુનિવર્સિટીના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત અન્ય વ્યક્તિના સ્થાને પરીક્ષા આપવા માટે ડમી પરીક્ષાર્થી તરીકે બેસવું અથવા કોઈ અન્ય વ્યક્તિને પોતાના સ્થાને પરીક્ષા આપવા મોકલવી પણ ગંભીર ગેરરીતિ ગણાશે. જો કોઈ પરીક્ષાર્થી ગેરરીતિની શંકામાં પકડાય અને તપાસ દરમિયાન વિરોધ કરે, ભાગી જાય, અધિકારીઓની સૂચનાઓનું પાલન ન કરે, ખુલાસો આપવાનો ઇનકાર કરે અથવા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરે તો તેને પણ ગંભીર કૃત્ય ગણવામાં આવશે.પરીક્ષાખંડ છોડ્યા બાદ મંજૂરી વિના ફરી પ્રવેશ કરવો, પરીક્ષાખંડની બહાર ઉત્તરવહી રાખવી, પરીક્ષા દરમિયાન અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો કે શારીરિક હિંસા આચરવી પણ નિયમોના દાયરામાં આવરી લેવામાં આવ્યાં છે.

પરીક્ષક, જુનિયર કે સિનિયર સુપરવાઈઝર અથવા ચીફ કંડક્ટર પર વિનંતી, ધમકી, લાલચ કે અન્ય કોઈ રીતે દબાણ લાવવું ગેરરીતિ ગણાશે. આ ઉપરાંત સત્તાધિકારીઓને ગેરમાર્ગે દોરવા, ખોટી માહિતી આપવી અથવા પરીક્ષાખંડની બહાર અન્ય વ્યક્તિ સાથે સંપર્ક સાધીને ગેરકાયદેસર મદદ મેળવવાનો પ્રયાસ કરવો પણ નિયમોમાં સામેલ છે.HNGU દ્વારા જાહેર કરાયેલા 15 નિયમોનો મુખ્ય હેતુ પરીક્ષામાં પારદર્શિતા જાળવવાનો અને ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવાનો છે. યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન કરવા અને સુપરવાઈઝર સહિતના પરીક્ષા સ્ટાફની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. નિયમોનો ભંગ કરનાર સામે યુનિવર્સિટીના લાગુ પડતા નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર