ચાઈનીઝ દોરીથી ભિલોડામાં યુવકનું ગળું કપાયું : લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા

ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું:લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો કોઈપણ તહેવારની ઉજવણી વખતે કોઈને જાનહાનિ કે ઇજા ના થાય એવા ઉજવણીની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે.ત્યારે ઉત્તરાયણ માટે ઘાતક ગણાતી ચાઈનીઝ દોરીથી ભિલોડામાં યુવકનું ગળું કપાયું હતું.
ભિલોડાના લીલછા ગામનો એક યુવક પોતાના કામકાજ અર્થે ભિલોડા તરફ બાઇક પર જઈ રહ્યો હતો. ત્યારે લીલછાથી દૂર જતાં બાઇકસવાર યુવકના ગળામાં એકાએક પતંગની દોરી આવી જતાં બાઇકસવાર યુવકનું ગળું કપાયું હતું અને લોહી લુહાણ હલાતમાં યુવક નીચે પટકાયો હતો. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકના ગળામાં પાંચ ટાંકા આવ્યા હતા. જોકે આ યુવકનો જીવ હાલ બચી જાવા પામ્યો છે, પરંતુ હજુ પણ માર્કેટમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેની આ ઘટના પ્રતીતિ કરાવી રહ્યું છે.
સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. ૧૨.૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીમેઘરજ: ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વેપારી પાસેથી 5 લાખ પડાવવાનો પ્રયાસ, સતર્કતાથી ઠગાઈ અટકી
1 અઠવાડિયા પહેલા
