રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળી આવતાં ચકચાર

ડીસાના ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળી આવતાં ચકચાર

પોલીસે ઈજાગ્રસ્તને સિવિલ ખસેડ્યો

ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક એક યુવક ગંભીર હદે લોહીલુહાણ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

​મળતી માહિતી મુજબ, ગાયત્રી મંદિર પાસે એક શખ્સ લોહીલુહાણ હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકની પ્રાથમિક સ્થિતિ જોઈ પોલીસે સમય સૂચકતા વાપરી તેને પોતાની પોલીસવાન મારફતે સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

​યુવક કયા સંજોગોમાં અને કેવી રીતે ઈજાગ્રસ્ત થયો છે ? તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી જેમાં આ યુવક નું નામ મહેન્દ્રભાઈ સોની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર