મોઢેરા રોડ પર એક્ટિવાને બસે ટક્કર મારતા યુવકનું મોત

મહેસાણા પાસે આવેલા મગુના ગામે મામાના ઘરે રહી મહેસાણા ખાતે નોકરી કરતા યુવકનું ગઈ રાત્રે સરકારી બસે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના ગત રાત્રે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા જી.આઈ.ડી.સી ગેટ નજીક બનવા પામી હતી. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈ મૃતક યુવકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સરકારી બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
યુવક મામાના ઘરે રહી પ્રાઇવેટ નોકરી કરતો
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલ કુકવાસ જાબુડાપાટીસ ગામનો યુવરાજસિંહની સોલંકી નામનો યુવક છેલ્લા બે વર્ષથી મહેસાણા પાસે આવેલા મગુના ગામે પોતાના મામાના ઘરે રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા જિલ્લાના લાડોલમાંથી ₹5 લાખની તમાકુ ચોરીનો ભેદ ઉકેલાયો : 7 આરોપીની ધરપકડ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝાના લક્ષ્મીપુરા પાસે પીકઅપ ડાલાની ટક્કરે યુવતી ઇજાગ્રસ્ત
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં નમેણ માતાજી મંદિરે વીજપોલ નાંખવાના વિરોધમાં ખેડૂતોની બેઠક
1 દિવસ પહેલા
મહેસાણાસાંથલ પોલીસ પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર ચડાવવાનો પ્રયાસ: ફિલ્મી દૃશ્યો સર્જાયા
2 દિવસ પહેલા
