પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી ના લોકો વિસ્તારના બિસ્માર બનેલા માગૅ ને લીધે પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તો આવા ઉબડખાબડ અને ખાડા પડેલા માગૅ ના કારણે નાના વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ આ વિસ્તારમાં આવેલ યસ ગ્રીનમા રહેતા પરિવારના સભ્યો પોતાના બાઈક લઈને પસાર થઇ રહ્યા હત ત્યારે વેદ સોસાયટી જોડે માગૅ પર પડેલા ખાડામાં પોતાનું બાઈક પટકાવાયી બાઈક સવાર પરિવાર પણ રોડ પર પટકાતાં મહિલા ને પગના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેઓને તાત્કાલિક વિસ્તારના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી ઉબડખાબડ માગૅ ની સમસ્યાને લઈને ત્રાહિમામ બન્યા છે. અને આ માગૅનું સમારકામ માટે પાલિકા તંત્ર સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં આજદિન સુધી આ માગૅ નું સમારકામ હાથ ધરવામાં નહિ આવતાં પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પાટણના પદ્મનાભ નજીકના માગૅ પર પડેલ ખાડામાં બાઈક સવાર પરિવાર ખાબકતાં મહિલા ઈજાગ્રસ્ત બની

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
