રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ24 નવેમ્બર, 2024| Super Admin

સરસ્વતી તાલુકામાં શિયાળાની શરૂઆત થતા ખેડૂતો વાવેતરમાં પરોવાયા

સરસ્વતી તાલુકામાં શિયાળાની શરૂઆત થતા ખેડૂતો વાવેતરમાં પરોવાયા

પંથકમાં રાજગરાના વાવેતરમાં વધારો સરસ્વતી તાલુકામાં શિયાળાની શરૂઆત સાથે ખેડૂતો રવિ સિઝનના વાવેતરમાં જોતરાઈ ગયા છે. ચોમાસુ સીઝન સતત વરસાદના કારણે  ફેલ ગઇ છે હવે શિયાળુ સીઝનમાં ખેડૂતોને સારૂં ઉત્પાદન અને ભાવ સારા મળશે તેવી આશાએ ખેડૂતોએ શિયાળુ સીઝનનું વાવેતર શરૂ કર્યું છે. તેમાં ઘઉં રાજગરો ખાધાજીરૂ ઘાસચારો જેવુ વાવેતર ચાલી રહ્યું છે ભાટસણના ખેડૂત અભેસિંગ ગોબરજી ઠાકોરે જણાવ્યું કે ગરમીના કારણે જે રાજગરાનુ વાવેતર થયું હતું તે  મોટા ભાગે બીયારણ ફેલ ગયું છે.

ખારેડાના ખેડુત શ્રવણજી વદનજી ઠાકોરે જણાવ્યું કે ગત વર્ષે કરતાં ચાલુ સીઝનમાં રાજગરાનુ વાવેતર વધુ જોવા મળે છે. તેમાં આઠ દિવસ પહેલા જે ખેડૂતોએ રાજગરાનુ વાવેતર કર્યું હતું તે વધુ પડતી ગરમીના કારણે ફેલ જતાં બીજી વાર વાવેતર કરવું પડ્યું છે .ગત વર્ષે શિયાળુ સીઝનમાં રાયડાનુ સારા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે પાકણીના સમયે મોલોએ કોરી ખાતા બીલકુલ ઉત્પાદન ન મળતાં ચાલુ સીઝનમાં રાયડાના વાવેતરમાં કાપ મુકી રાજગરાના વાવેતરમાં ખેડૂતોએ વધારો કર્યો છે.

સંબંધિત સમાચાર