રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 માર્ચ, 2025| Super Admin

હવામાન : ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે બદલાયેલા વાતાવરણ વચ્ચે

હવામાન : ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે બદલાયેલા વાતાવરણ વચ્ચે
બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસભર 16 કી.મી ના ઝડપે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત બદલાયેલા વાતાવરણ વચ્ચે માર્ચ મહિનામાં પણ મિશ્ર ઋતુનો અનુભવ; માર્ચ મહિનાની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ તથા બરફવર્ષા થઈ છે. જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને ઠંડા પવનો ફુકાતા માર્ચ મહિનામાં ફરી એકવાર ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભ અને અરબ સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમથી ભારતમાં પહોંચી રહેલો ભેજ છે. તેની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા  જોવા મળી રહ્યી છે જેથી મેદાની વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ 16 કી.મીના ઝડપે ઠંડો પવન ફૂંકાતા પ્રજાજનોને ફરી એકવાર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરક પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થતા ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ  ગરમીનું અહેસાસ થવા લાગ્યો હતો પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાના કારણે હવામાન બદલાવ્યું છે અને હિમવર્ષા અને કેટલાક ભાગોમાં વરસાદના કારણે ફરી એકવાર મિશ્ર ઋતુનો અનુભવ થવા લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં શિયાળો રિટર્ન થયો હોય એવો અહેસાસ; માર્ચ મહિનો શરૂ થઈ જતા ધીરે ધીરે ગરમીનો અહેસાસ થતો હોય છે પરંતુ વાતાવરણમાં આવેલા સતત બદલાવને લઈને બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર શિયાળો રિટર્ન થયો હોય તેવો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે. જેમાં મંગળવાર ની વહેલી સવાર થી ઠંડીના અહેસાસ સાથે દિવસ ભર પણ અને મોડી રાત્રે ઠંડા પવનો કારણે લોકોને ફરી એકવાર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરક પડી રહી છે. મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો; સામાન્ય રીતે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું હતું પરંતુ ઠંડા પવનોના કારણે દિવસનું મહત્તમ તાપમાનમાં પણ 5 ડિગ્રી જેટલો ઘટાડાની સાથે 29.2 ડિગ્રી નોંધાયો હતો જેના કારણે પ્રજાજનોને ગરમીમાંથી પણ મોટી રાહત મળી છે.

સંબંધિત સમાચાર