કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને દેશને સમૃદ્ધ બનાવવના સંકલ્પ સાથે અરવલ્લી જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મંત્રીઓ અને અગ્રણીઓના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઉત્સાહભેર વહેંચવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષનું વર્ચ્યુઅલ સંબોધન યોજાયું હતું, જેને નાગરિકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે મોડાસા શહેરમાં એક ભવ્ય મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ જોડાઈને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટેનો સંકલ્પ દોહરાવ્યો હતો.





