રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર સિક્યુરિટી અંતર્ગતની મોર્કડ્રિલ યોજાઈ

વાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર સિક્યુરિટી અંતર્ગતની મોર્કડ્રિલ યોજાઈ

વાવ હાઇવે ચાર રસ્તા પર નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી રોકી લૂંટના બે આરોપીને ઝડપી લેવાયા

ઘટનાની જાણ થતાંની સાથેજ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો પહોંચી નાકાબંધી કરાઈ હતી

વાવ ખાતે બપોરે 4 કલાકે વાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર અંતર્ગત એક સિક્યુરિટી મોર્કડીલનું આયોજન કરાયું હતું. જેમાં ભાભર તરફથી લૂંટ કરી બને આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાળા કલરની ગાડી લઈને વાવ તરફ આવી રહ્યા છે. જે સંદર્ભે વાવ પોલીસે ચુસ્ત નાકાબંધી ગોઠવી પુર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીને રોકી બને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરાયા હતા. 

બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા વાવ થરાદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે સંદર્ભે વાવ પી.આઇ.એસ.એમ.વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મોર્કડીલ યોજવાનો મુખ્ય હેતુ લોકોમાં સજાગતા અને જાગૃતિ આવે તેમજ આવા ગંભીર બનાવોમાં પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા અને એકતાના દર્શન જોવા મળે તેમજ પોલીસ અને પ્રજાના સહિયારા પ્રયાસથી ગમે તેવું કઠિન કાર્ય પણ સરળ બની રહેશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર