રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત

વારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત

મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા સ્થિત શ્રી સી.જી. મહેતા વિદ્યામંદિર, ઉમેદગઢ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી યોજાયેલી બાઈક યાત્રા આવી પહોંચતા તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે  બાઈક યાત્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ  અવસરે સમગ્ર દેશમાં 'સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ'નો નવો ઉદ્દેશ્ય ચરિતાર્થ થઈ રહ્યો છે. વડાપ્રધાનએ પ્રજાભિમુખ નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ થકી સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડીને અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "વડાપ્રધાનના આદર્શ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ ‘વિકસિત ભારત’ અને  ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાનો જે મહાસંકલ્પ લેવાયો છે, તેને સાકાર કરવામાં આ પ્રકારની સેવાકીય યાત્રાઓ અને રાષ્ટ્રહિતના જનજાગૃતિ અભિયાનો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે." આ પ્રસંગે ઈડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ વારાણસીથી વડનગર સુધીની આ યાત્રાના ઉદ્દેશ્યને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાઈક યાત્રા દેશભરમાં પર્યાવરણ જતન માટે ‘એક પેડ મા કે નામ’ અને ‘સ્વચ્છતા અભિયાન’ જેવા રાષ્ટ્રહિતના મહત્ત્વના સંદેશાઓને જન-જન સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ, સી.જી. મહેતા વિદ્યામંદિરના આચાર્ય ભાનુભાઈ પટેલ, અગ્રણી પ્રેમલભાઈ દેસાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર