રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના બુકડી વિસ્તાર અને સમીના માંડવી ગામેથી 2 ડીગ્રી વગરના ડોક્ટરો ઝડપાયા

પાટણના બુકડી વિસ્તાર અને સમીના માંડવી ગામેથી 2 ડીગ્રી વગરના ડોક્ટરો ઝડપાયા

SOGએ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ જિલ્લામાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક સારવાર કરતા બે શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યા છે. પાટણ શહેરના બુકડી વિસ્તાર અને સમી તાલુકાના માંડવી ગામે દરોડા પાડીને પોલીસે બંને સ્થળેથી દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 6,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને શખ્સો માત્ર ધોરણ 12 સુધી ભણેલા હોવા છતાં અનુભવના આધારે દર્દીઓની સારવાર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પાટણ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બુકડી વિસ્તારના ઓડવાસમાં એક શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સંબંધિત મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પાટણના ઓડવાસમાં બુકડી વિસ્તારમાં રહેતા 68 વર્ષીય જયેશભાઈ જયંતીભાઈ ખત્રી પાસે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી ડિગ્રી, પ્રમાણપત્ર કે રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતુ.

જયારે બીજા બનાવમાં પાટણ એસ.ઓ.જી.ની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે માંડવી ગામના ગૌસ્વામી વાસમાં બચુપુરી મનસુખપુરીના મકાનમાં રાજેન્દ્રકુમાર મફતલાલ વ્યાસ નામનો શખ્સ ભાડે રહીને ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી.તેના આધારે પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 65 વર્ષીયરાજેન્દ્રકુમાર વ્યાસ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેઓ પણ માત્ર ધોરણ 12 સુધી ભણેલા હોવાનું અને તેમની પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવાનું બહાર આવ્યું હતું. SOG ટીમે બન્ને વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર