રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 મે, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત: મહિલા ઈજાગ્રસ્ત

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત: મહિલા ઈજાગ્રસ્ત

પાલનપુરના અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા નજીક ટ્રક, સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગઠામણ પાટીયા પાસે ટ્રક, સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Palanpur##RoadAccident

સંબંધિત સમાચાર