રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 મે, 2026| Super Admin

ડીસામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં: નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે લાલઆંખ, કડક કાર્યવાહી

ડીસામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં: નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે લાલઆંખ, કડક કાર્યવાહી

ડીસા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફના કાનજીભાઈ સહિતની ટીમે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની સઘન તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન હેલ્મેટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આર.સી. બુક જેવા જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતા ચાલકો સામે કડક પગલાં લઈ રૂ. 500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસની આ કડક કામગીરીને કારણે નિયમભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા સંદેશ મુજબ, શહેરમાં અકસ્માતોને રોકવા અને લોકોની સલામતી માટે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.ત્યારે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા, હેલ્મેટ ફરજિયાત પહેરવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે, જેથી દંડ તથા અકસ્માતોથી બચી શકાય.

સંબંધિત સમાચાર