રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑક્ટોબર, 2026| Super Admin

ડીસામાં સ્કૂલ વાન ચાલકોની જોહુકમી સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ: શાળાઓને નોટિસ

ડીસામાં સ્કૂલ વાન ચાલકોની જોહુકમી સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ: શાળાઓને નોટિસ

ઘેટાં - બકરાની જેમ બાળકો ભરી વાનના આડેધડ પાર્કિંગથી ટ્રાફીકજામ સાથે ગમખ્વાર અકસ્માતની પણ દહેશત

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકીને  ઘેટાં-બકરાંની જેમ ભૂલકાંઓને ભરીને દોડતી સ્કૂલ વાનો સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ શહેર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે પરંતુ નામ પૂરતી કાર્યવાહી હાથ ધરતા  જાગૃત નાગરિકો અને સ્થાનીક વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેથી શહેર ટ્રાફિક પોલીસ માત્ર દંડાત્મક કાર્યવાહી કરીને સંતોષ માની રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

​મળતી માહિતી મુજબ, ડીસા શહેરની વિવિધ શાળાઓ નજીક અને મુખ્ય બજાર રોડ પર સ્કૂલ વાનો આડેધડ પાર્ક કરી બાળકોને બેસાડવા-ઉતારવામાં આવે છે.જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.જે ​રજૂઆત બાદ ડીસા શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સેન્ટ ઝેવિયર્સ, હરિઓમ હાઈસ્કૂલ, સરદાર પટેલ, આદર્શ સ્કૂલ, સંત અન્ના, સ્કાય ઇન્ટરનેશનલ અને એન્જલ સ્કૂલ સહિતની તમામ શાળાઓના આચાર્યને નોટિસ પાઠવવામાં આવી છે.

​જેમાં ​શાળાના સ્ટાફના વાહનો, વિદ્યાર્થીઓના વાહનો તેમજ બાળકોને મૂકવા-લેવા આવતી સ્કૂલ વાનો અને વાલીઓના વાહનો માટે શાળાના કમ્પાઉન્ડની અંદર જ પાર્કિંગની વ્યવસ્થા કરવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ ​મુખ્ય રસ્તાઓ કે રોડ પર વાહનો પાર્ક ન થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી ટ્રાફિક સમસ્યા કે અકસ્માત નિવારી શકાય. ​ટ્રાફિક પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નોટિસ બાદ પણ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે અને ટ્રાફિક અડચણરૂપ જણાશે, તો શાળા સંચાલકો તથા સ્કૂલ વાન ચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

​જોકે, સ્થાનિક લોકોનું માનવું છે કે માત્ર મેમો આપીને કે નોટિસ ફટકારીને સંતોષ માનવાને બદલે ઘેટાં-બકરાંની જેમ ઓવરલોડ બાળકો ભરતાં વાહન ચાલકો સામે પોલીસ દ્વારા નક્કર અને કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. કારણ તેનાથી હોનારત સર્જાઈ શકે છે.

ટેગ્સ:#Deesa#Trafic

સંબંધિત સમાચાર